વિદ્યાદીપ વીમા યોજના 2024: પ્રજાની સુખાકારી માટે સરકાર દ્વારા વિવિધ યોજનાઓ ચલાવવામાં આવતી હોય છે, પરંતુ લોકો આ યોજનાઓથી અજાણ હોવાને લીધે તેનો લાભ લઈ શકતા નથી. અમે આ પોર્ટલ દ્વારા તમને વિવિધ સરકારી યોજનાઓની માહિતી આપીએ છીએ.
નમસ્કાર મિત્રો, આજે આપણે વિદ્યાદીપ વીમા યોજના વિશે જાણીશું આજના આ લેખમાં યોજનાના લાભાર્થી જરૂરી ડોક્યુમેન્ટ અને ક્યા સંજોગોમાં આ યોજનાનો લાભ મળે તેના વિશે વિગતવાર માહિતી જોઈશું.
વિદ્યાદીપ વીમા યોજના 2024
સરકાર દ્વારા વિદ્યાર્થીઓ માટે વિવિધ યોજનાઓ ચલાવવામાં આવે છે તેમાંની આ એક મહત્વની યોજના છે. જેમાં વિદ્યાર્થીને વીમા કવચ પૂરું પાડવામાં આવે છે. આ યોજનામાં વિદ્યાર્થીના અકસ્માત મૃત્યુના કિસ્સામાં તેમને આર્થિક સહાય આપવામાં આવે છે.
યોજનાનું નામ | વિદ્યાદીપ વીમા યોજના |
વિભાગ | શિક્ષણ વિભાગ |
લાભાર્થી | પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકો |
સહાયની રકમ | રૂ. 50,000/- |
અરજી પ્રક્રિયા | ઓફલાઈન |
યોજના ઉદ્દેશ/હેતુ
રાજ્યની તમામ સરકારી, અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં તથા આશ્રમશાળાઓ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને વીમા રક્ષણ પૂરું પાડવાનો મુખ્ય આશય આ યોજનામાં રાખવામાં આવેલ છે. આ યોજના હેઠળ રાજ્યની તમામ સરકારી, અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં તથા આશ્રમશાળાઓ અભ્યાસ કરતા વિદ્યાર્થીના અકસ્માતે અવસાન કે કાયમી અપંગતતાના કિસ્સામાં વાલીને સહાય ચૂકવવામાં આવે છે.
પાત્રતાના ધોરણો
અણધારેલ, એકાએક અને બિનઇરાદાપૂર્વકનો બનાવ હોય તેવા બાહ્ય હિંસક નિશાનો જણાય તેવા અક્સ્માતના કિસ્સામાં અવસાન/કાયમી અપંગતતા થયેલ હોય તો આ સહાય મળવાપાત્ર થાય છે.
સહાયની વિગત
વિદ્યાદીપ વીમા યોજના અંતર્ગત તમામ સરકારી, અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં તથા આશ્રમશાળાઓમાં અભ્યાસ કરતા બાળકો ના કિસ્સામાં જો અકસ્માત મૃત્યુ થાય તો તેમને રૂપિયા 50,000 ની આર્થિક સહાય આપવામાં આવે છે.
આવક મર્યાદા
વિદ્યાદીપ વીમા યોજના અંતર્ગત કોઈ આવક-મર્યાદા નિર્ધારિત કરવામાં આવેલ નથી. સરકારી, અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં તથા આશ્રમશાળાઓ અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને યોજના અંતર્ગત આવરી લેવામાં આવે છે.
જરૂરી ડોક્યુમેન્ટ
- એફ.આર.આઈ
- પંચનામું
- પોસ્ટમોર્ટમ રિપોર્ટ (અકસ્માતમાં મૃત્યુના કિસ્સામાં)
- અપંગતા અંગેના પ્રમાણપત્ર
- ચાલુ અભ્યાસનો દાખલો
- નિયત નમૂનાનું અરજી પત્રક
1 time money Rs.750 not 3 month to money tranfer . Contact number share Namo laxmi
Please contact your school