ગુજરાત સરકાર દ્વારા કન્યાઓ કન્યાઓ માટે મહત્વની યોજના શરૂ કરવામાં આવી છે જેમાં તેને રૂ. 50,000 ની સહાય મળશે. ધોરણ 9 થી 12 ના અભ્યાસ માટે વિદ્યાર્થીનીઓને આર્થિક સહાય પેટે ₹50,000 ની સહાય આપવામાં આવશે.
નમસ્કાર મિત્રો, આજની આ પોસ્ટમાં અમે નમો લક્ષ્મી યોજના વિશે સંપૂર્ણ માહિતી આપીશું. આ યોજનાનો કોને લાભ મળશે આવક મર્યાદા શું છે કઈ રીતે અરજી કરવી વગેરે તમામ માહિતી આપીશું.
Namo Lakshmi Yojana 2024
ગુજરાત સરકાર અને શિક્ષણ વિભાગ દ્વારા કન્યાઓમાં શિક્ષણનું પ્રમાણ વધે અને અધવચ્ચેથી શાળા છોડવી ન પડે તે માટે મહત્વની યોજના શરૂ કરવામાં આવી છે. ગુજરાત સરકાર દ્વારા નમો લક્ષ્મી યોજના શરૂ કરવામાં આવી છે.
આ યોજનામાં વિદ્યાર્થીનીઓને ધોરણ 9 થી 12 ના અભ્યાસ દરમિયાન આર્થિક સહાય આપવામાં આવશે જેમાં દર મહિને નક્કી કરેલ રકમ આપવામાં આવશે. યોજના વિશેની સંપૂર્ણ માહિતી નીચે આપવામાં આવેલ છે.
Namo Lakshmi Yojana Details
યોજનાનું નામ | નમો લક્ષ્મી યોજના |
વિભાગ | શિક્ષણ વિભાગ |
લાભાર્થી | 9 થી 12 ની વિદ્યાર્થીનીઓ |
સહાયની રકમ | ₹50,000/- |
ઓફિસિયલ વેબસાઈટ |
યોજનાના લાભો
- ધોરણ 9 થી 12 માં અભ્યાસ કરતી રાજ્યની તમામ દીકરીઓને આ યોજનાનો લાભ મળવા પાત્ર છે.
- આપની દીકરીને અન્ય કોઈપણ પ્રકારની શિષ્યવૃત્તિ મળતી હશે તો પણ આ યોજનાનો લાભ મળવા પાત્ર છે.
- ધોરણ 9 થી 12 એમ ચાર વર્ષ દરમિયાન કુલ ₹50,000 શિષ્યવૃતિ પેટે દીકરીના મમ્મીના ખાતામાં જમા થશે.
નમો લક્ષ્મી યોજના પાત્રતા
જો તમારા મનમાં પ્રશ્ન હોય કે આ યોજનાનો લાભ કોને કોને મળશે તો તેની પાત્રતા વિશેની વિગતો નીચે પ્રમાણે છે.
રાજ્યની ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ અને કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માન્યતા પ્રાપ્ત શાળાઓમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને નીચે મુજબની પાત્રતાને આધીન આ સહાય મળવા પાત્ર રહેશે.
- રાજ્યની સરકારી અથવા અનુદાનિત પ્રાથમિક શાળામાં ધોરણ 8 નો અભ્યાસ પૂર્ણ કરી ધોરણ 9 માં પ્રવેશ મેળવેલ હોય.
- રાજ્યની માન્ય ખાનગી પ્રાથમિક શાળામાં RTE અંતર્ગત પ્રવેશ મેળવી ધોરણ 1 થી 8 નો અભ્યાસ પૂર્ણ કરી ધોરણ નવમાં પ્રવેશ મેળવેલ હોય
- ઉપરોક્ત સિવાયની જે વિદ્યાર્થીનીઓએ ધોરણ 8 પૂર્ણ કર્યા બાદ ધોરણ 9માં પ્રવેશ મેળવેલ હોય અને જેઓના કુટુંબની વાર્ષિક આવક રૂપિયા છ લાખ કે તેથી ઓછી હોય.
કેવી રીતે મળશે સહાયની રકમ જાણવા | અહી ક્લિક કરો |
સહાયની રકમ
સહાયની રકમ નીચે મુજબ આપવામાં આવશે.
- ધોરણ 9 અને 10: રૂ. 20,000/-
- ધોરણ 11 અને 12: રૂ. 30,000/-
અરજી ક્યા કરવી?
અરજી કરવા માટે તમારે શાળામાં સંપર્ક કરવાનો રહેશે. વધુ માહિતી માટે અમારી વેબસાઈટ મુલાકાત લેતા રહો અમે તમને નામો લક્ષ્મી યોજના વિશેની લેટેસ્ટ અપડેટ જણાવતા રહીશું.