નમો લક્ષ્મી યોજના પાત્રતા, આવશ્યક દસ્તાવેજ, ઉદ્દેશ્ય બધું જ જાણો એક જ ક્લિકમાં

Namo Lakshmi Yojana Eligibility: નમો લક્ષ્મી યોજના એ ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી આર્થિક સહાય યોજના છે. આ યોજના દ્વારા ધોરણ 9 થી 12 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને આર્થિક સહાયરૂપે રૂપિયા 50,000/- સુધીની સહાય આપવામાં આવશે.

જો મિત્રો તમે આ યોજનાની પાત્રતા જરૂરી ડોક્યુમેન્ટ અને વિશેષતા વિશે જાણવા માંગતા હોય તો આ લેખમાં સંપૂર્ણ માહિતી આપવામાં આવેલી છે.

Namo Lakshmi Yojana Eligibility, Required Document, Objective

યોજનાનું નામનમો લક્ષ્મી યોજના
વિભાગશિક્ષણ વિભાગ
લાભાર્થી9 થી 12 ની વિદ્યાર્થીનીઓ
સહાયની રકમ₹50,000/-
ઓફિસિયલ વેબસાઈટ

નમો લક્ષ્મી યોજના પાત્રતા

જો તમે યોજનાનો લાભ લેવા માંગતા હોય તો નીચેની પાત્રતા ધરાવતા હોવા જોઈએ.

  • અરજદાર ગુજરાત રાજ્યના રહેવાસી હોવા જોઈએ.
  • ઉમેદવારની ઉંમર 13 થી 18 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
  • માત્ર મહિલા વિદ્યાર્થીઓએ જ અરજીઓ સબમિટ કરવાની રહેશે.
  • સરકારી અને ખાનગી શાળાઓમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને તેનો લાભ મળશે.
  • રાજ્યની સરકારી અથવા અનુદાનિત પ્રાથમિક શાળામાં ધોરણ 8 નો અભ્યાસ પૂર્ણ કરી ધોરણ નવમાં પ્રવેશ મેળવેલ હોય તેને આ યોજનાનો લાભ મળશે.
  • રાજ્યની ખાનગી શાળામાં RTE અંતર્ગત ધોરણ 1 થી 8 નો અભ્યાસ કરી ધોરણ 9માં પ્રવેશ મેળવેલ હોય તેને પણ આયોજનમાં લાભ મળી શકે છે.
  • આ સિવાય જે વિદ્યાર્થીનીઓએ ધોરણ આઠ સુધીનો અભ્યાસ ખાનગી શાળામાં પૂર્ણ કરી ધોરણ નવ માં પ્રવેશ મેળવેલ હોય અને જોઓના કુટુંબની વાર્ષિક આવક ₹6,00,000/- કે તેથી ઓછી હોય તે પણ આ યોજના નો લાભ લઈ શકે છે.

નમો લક્ષ્મી યોજના આવશ્યક દસ્તાવેજ | Required Document

  • વિદ્યાર્થીનીના આધાર કાર્ડની નકલ
  • માતાના આધાર કાર્ડની નકલ
  • માતાના બેંક ખાતાની પાસબુકની નકલ
  • આવકનો દાખલો
  • લિવિંગ સર્ટિફિકેટની નકલ
  • મોબાઈલ નંબર

નમો લક્ષ્મી યોજના ઉદ્દેશ્ય | Objective

આ યોજનાનો ઉદ્દેશ એ સુનિશ્ચિત કરવાનો છે કે ઓછી આવક ધરાવતા પરિવારોની છોકરીઓ હજુ પણ શાળાએ જઈ શકે અને ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવી શકે.

નમો લક્ષ્મી યોજના 2024 નો મુખ્ય ઉદ્દેશ ગુજરાતમાં ધોરણ 9 થી ધોરણ 12 સુધીની કન્યાઓને ₹ 50000 ની શિષ્યવૃત્તિ પ્રદાન કરવાનો છે. આ શિષ્યવૃત્તિની રકમ 9મા અને 10મા ધોરણમાં પ્રત્યેક વર્ષ 10,000 રૂપિયા અને 11મા અને 12મા ધોરણમાં પ્રત્યેક વર્ષ 15,000 રૂપિયાના રૂપમાં આપવામાં આવશે.

આ યોજનાને કારણે વધુને વધુ છોકરીઓને અભ્યાસ માટે પ્રોત્સાહિત કરવામાં આવશે, અને છોકરીઓને 12મા ધોરણ સુધી ભણવામાં કોઈ સમસ્યાનો સામનો કરવો પડશે નહીં.

4 thoughts on “નમો લક્ષ્મી યોજના પાત્રતા, આવશ્યક દસ્તાવેજ, ઉદ્દેશ્ય બધું જ જાણો એક જ ક્લિકમાં”

    • namolakshmi.org વેબસાઈટ માત્ર માહિતી આપતી વેબસાઈટ છે. કોઈ પણ રીતે સરકારી વિભાગ (ગોવેર્નમેન્ટ ડીપાર્ટમેન્ટ) સાથે સંકળાયેલ નથી. મહેરબાની કરી શાળાની મુલાકાત લ્યો

      Reply
    • namolakshmi.org વેબસાઈટ માત્ર માહિતી આપતી વેબસાઈટ છે. કોઈ પણ રીતે સરકારી વિભાગ (ગોવેર્નમેન્ટ ડીપાર્ટમેન્ટ) સાથે સંકળાયેલ નથી. મહેરબાની કરી શાળાની મુલાકાત લ્યો

      Reply

Leave a Comment