મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજના ના લેટેસ્ટ અપડેટ અનુસાર જે વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉત્તીર્ણ થયા છે અને જેમનો મેરીટમાં સમાવેશ થયો છે તે વિદ્યાર્થીઓએ ઓનલાઈન રજીસ્ટ્રેશન તેમજ યોજનાની પસંદગી માટે CET Choice Filling કરવાની કામગીરી શરૂ થઈ ગયેલ છે તેથી મેરીટમાં સમાવેશ થનાર દરેક વિદ્યાર્થી સમય મર્યાદામાં આ કાર્ય પૂર્ણ કરવાનું રહેશે.
નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી વેબસાઈટ પર. આજે અમે તમને મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરીટ સ્કોલરશીપ યોજના અંતર્ગત વિદ્યાર્થી રજીસ્ટ્રેશન અને યોજના પસંદગીની સંપૂર્ણ માહિતી આપીશું.
CET Registration 2025 Online

કોમન એન્ટ્રન્સ એક્ઝામ માં જે વિદ્યાર્થીઓ પાસ થયા છે અને જેમનો મેરીટમાં સમાવેશ થયો છે, સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ લિસ્ટમાં જેમનો સમાવેશ થયો છે તે વિદ્યાર્થીઓએ સૌપ્રથમ રજીસ્ટ્રેશન ની પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે. રજીસ્ટ્રેશન કરવા માટેના સ્ટેપ નીચે પ્રમાણે છે.
- સૌપ્રથમ ઓફિસિયલ વેબસાઈટ gssyguj.in પર જાવ
- વિદ્યાર્થી રજીસ્ટ્રેશન પર ક્લિક કરો.
- Student Registration ઓપ્શન પર ક્લિક કરો.
- સંપૂર્ણ માહિતી કાળજીપૂર્વક દાખલ કરો.
- ત્યારબાદ Submit Registration પર ક્લિક કરો.
- આ પ્રમાણે તમે CET Online Registration કરી શકો છો.
CET Choice Filling 2025
વિદ્યાર્થીનું ઓનલાઇન રજીસ્ટ્રેશન થઇ ગયા બાદ તેમણે યોજનાની પસંદગી કરવાની રહેશે. આ માટે તેમણે નીચે પ્રમાણે સ્ટેપ અનુસરવાના રહેશે.
- સૌ પ્રથમ ઓફિસિયલ વેબસાઈટ પર જાઓ.
- હોમપેજ પર વિદ્યાર્થી રજીસ્ટ્રેશન રજીસ્ટ્રેશન પર ક્લિક કરો, તમારી સામે નવું પેજ ઓપન થશે.
- ત્યારબાદ Choice Filling ઓપ્શન પર ક્લિક કરો.
- વિદ્યાર્થીના Aadhaar UID અને Password દ્વારા લોગીન કરો.
- આ પ્રમાણે તમે CET યોજનાની પસંદગી કરી શકો છો.
CET-2025ફોર્મ ભરવા માટેના આવશ્યક દસ્તાવેજો
CET Choice Filling માટે વિદ્યાર્થીએ નીચે પ્રમાણેના ડોક્યુમેન્ટ તૈયાર રાખવાના રહેશે, જેનું લિસ્ટ આ પ્રમાણે છે.
- જન્મનું પ્રમાણપત્ર
- વાલીનું/બાળકનું જાતીનું પ્રમાણપત્ર ST/SC/OBC/EWS (લાગુ પડતું હોય તો)
- દિવ્યાંગતાનું પ્રમાણપત્ર(40% કે તેથી વધુ) (લાગુ પડતું હોય તો)
- આદિમજૂથમાં(PVTG)-કઠોડી, કોટવાલિઆ, પઢાર, સિદ્દી, કોલગા)અથવાDNT/NT/SNT (વિમુક્ત/વિચરતી/અર્ધ વિચરતીજાતિ) ધરાવતાં હોવાનું પ્રમાણપત્ર (લાગુ પડતું હોય તો)
- વિધવા માતાના બાળકો માટેપિતાના મરણનો દાખલો (લાગુ પડતું હોય તો)
- અપંગ માતાપિતાના બાળકો હોય તો માતાપિતાના દિવ્યાંગ હોવા અંગેનું પ્રમાણપત્ર (લાગુ પડતું હોય તો)
- અનાથ બાળકો હોય તો માતાપિતાના મરણનો દાખલો (લાગુ પડતું હોય તો)
- વિદ્યાર્થી જેના માતા પિતા કોવીડ/LWE/Insurgencies((ડાબેરી/ઉગ્રવાદ/બળવો)) કારણોસર મૃત્યુ પામેલ હોય તેવું તબીબ / ડોક્ટરનું પ્રમાણપત્ર (લાગુ પડતું હોય તો)