ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવતી “મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ 2025” ની જાહેરાત થઈ ચૂકી છે ધોરણ આઠમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે અત્યંત મહત્વની Gyan Sadhna Merit Scholarship યોજના વિશે તમામ જાણકારી આજે મેળવીશું.
ગુજરાત સરકાર દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓને મેરીટના ધોરણે સરકારી /ગ્રાન્ટેડ અથવા નિયત ધારા ધોરણ મુજબ પસંદથયેલ સ્વનિર્ભર શાળાઓ પૈકીની માધ્યમિક શાળામાં ધોરણ 9 માં પ્રવેશ મેળવી ધોરણ 12 સુધીનું શિક્ષણ પ્રાપ્ત કરી શકે તે માટે ગુજરાત રાજ્યના 25000 તેજસ્વી વિદ્યાર્થીઓને દર વર્ષે પસંદ કરીને તેમને ધોરણ 9 થી 12 સુધીના અભ્યાસ માટે સ્કોલરશીપ આપવા ‘મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ યોજના’ અમલમાં મૂકવામાં આવેલ છે.
Mukhyamantri Gyan Sadhna Scholarship 2025
મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજનાનો લાભ લેવા માટે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપવી પડે છે તેના માટેના ઓનલાઈન રજીસ્ટ્રેશન ની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. સમગ્ર પરીક્ષાનો કાર્યક્રમ નીચે મુજબ છે.
જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા કાર્યક્રમ
વિગત | તારીખ |
---|---|
જાહેરનામું બહાર પડવાની તારીખ | 24/02/2025 |
ઓનલાઈન રજીસ્ટ્રેશન સમયગાળો | 25/02/2025 To 06/03/2025 |
પરીક્ષા ફી | Free |
પરીક્ષા તારીખ | 29/03/2025 |
જ્ઞાન સાધના સ્કોલરશીપ પાત્રતા
- સરકારી અથવા અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં ધોરણ 1 થી 8 નો સળંગ અભ્યાસ કરી ધોરણ આઠમાં અભ્યાસ કરતા હોય કે ઉતીર્ણ થયેલ હોય તે આ યોજનાનો લાભ લઇ શકે છે.
- આરટીઇ એક્ટ 2009 અંતર્ગત સ્વ નિર્ભર શાળાઓમાં ધોરણ-1 માં પ્રવેશ લઇ હાલ ધોરણ આઠમાં અભ્યાસ કરતા હોય કે ઉતીર્ણ થયેલા હોય તે વિદ્યાર્થીઓ આ યોજનાનો લાભ લઇ શકે છે.
પરીક્ષા ફી
મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ પરીક્ષા માટે કોઈપણ ફી રહેશે નહીં.
જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષાનું માળખું
- આ પરીક્ષા બહુ વિકલ્પ સ્વરૂપની વિવિધ હેતુલક્ષી સ્વરૂપની રહેશે
- આ પરીક્ષાનું પ્રશ્નપત્ર 120 ગુણનું તથા સમય 150 મિનિટનો રહેશે.
- પરીક્ષાનું માધ્યમ ગુજરાતી /અંગ્રેજી ભાષામાં રહેશે.
- પરીક્ષામાં નીચે મુજબના વિષય તથા ગુણકાર રહેશે.
કસોટીનો પ્રકાર | પ્રશ્નો | ગુણ |
---|---|---|
બૌદ્ધિક યોગ્યતા કસોટી | 40 | 40 |
શૈક્ષણિક યોગ્યતા કસોટી | 80 | 80 |