Namo Lakshmi Yojana Eligibility: નમો લક્ષ્મી યોજના એ ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી આર્થિક સહાય યોજના છે. આ યોજના દ્વારા ધોરણ 9 થી 12 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને આર્થિક સહાયરૂપે રૂપિયા 50,000/- સુધીની સહાય આપવામાં આવશે.
જો મિત્રો તમે આ યોજનાની પાત્રતા જરૂરી ડોક્યુમેન્ટ અને વિશેષતા વિશે જાણવા માંગતા હોય તો આ લેખમાં સંપૂર્ણ માહિતી આપવામાં આવેલી છે.
Namo Lakshmi Yojana Eligibility, Required Document, Objective
યોજનાનું નામ | નમો લક્ષ્મી યોજના |
વિભાગ | શિક્ષણ વિભાગ |
લાભાર્થી | 9 થી 12 ની વિદ્યાર્થીનીઓ |
સહાયની રકમ | ₹50,000/- |
ઓફિસિયલ વેબસાઈટ |
નમો લક્ષ્મી યોજના પાત્રતા
જો તમે યોજનાનો લાભ લેવા માંગતા હોય તો નીચેની પાત્રતા ધરાવતા હોવા જોઈએ.
- અરજદાર ગુજરાત રાજ્યના રહેવાસી હોવા જોઈએ.
- ઉમેદવારની ઉંમર 13 થી 18 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
- માત્ર મહિલા વિદ્યાર્થીઓએ જ અરજીઓ સબમિટ કરવાની રહેશે.
- સરકારી અને ખાનગી શાળાઓમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને તેનો લાભ મળશે.
- રાજ્યની સરકારી અથવા અનુદાનિત પ્રાથમિક શાળામાં ધોરણ 8 નો અભ્યાસ પૂર્ણ કરી ધોરણ નવમાં પ્રવેશ મેળવેલ હોય તેને આ યોજનાનો લાભ મળશે.
- રાજ્યની ખાનગી શાળામાં RTE અંતર્ગત ધોરણ 1 થી 8 નો અભ્યાસ કરી ધોરણ 9માં પ્રવેશ મેળવેલ હોય તેને પણ આયોજનમાં લાભ મળી શકે છે.
- આ સિવાય જે વિદ્યાર્થીનીઓએ ધોરણ આઠ સુધીનો અભ્યાસ ખાનગી શાળામાં પૂર્ણ કરી ધોરણ નવ માં પ્રવેશ મેળવેલ હોય અને જોઓના કુટુંબની વાર્ષિક આવક ₹6,00,000/- કે તેથી ઓછી હોય તે પણ આ યોજના નો લાભ લઈ શકે છે.
નમો લક્ષ્મી યોજના આવશ્યક દસ્તાવેજ | Required Document
- વિદ્યાર્થીનીના આધાર કાર્ડની નકલ
- માતાના આધાર કાર્ડની નકલ
- માતાના બેંક ખાતાની પાસબુકની નકલ
- આવકનો દાખલો
- લિવિંગ સર્ટિફિકેટની નકલ
- મોબાઈલ નંબર
નમો લક્ષ્મી યોજના ઉદ્દેશ્ય | Objective
આ યોજનાનો ઉદ્દેશ એ સુનિશ્ચિત કરવાનો છે કે ઓછી આવક ધરાવતા પરિવારોની છોકરીઓ હજુ પણ શાળાએ જઈ શકે અને ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવી શકે.
નમો લક્ષ્મી યોજના 2024 નો મુખ્ય ઉદ્દેશ ગુજરાતમાં ધોરણ 9 થી ધોરણ 12 સુધીની કન્યાઓને ₹ 50000 ની શિષ્યવૃત્તિ પ્રદાન કરવાનો છે. આ શિષ્યવૃત્તિની રકમ 9મા અને 10મા ધોરણમાં પ્રત્યેક વર્ષ 10,000 રૂપિયા અને 11મા અને 12મા ધોરણમાં પ્રત્યેક વર્ષ 15,000 રૂપિયાના રૂપમાં આપવામાં આવશે.
આ યોજનાને કારણે વધુને વધુ છોકરીઓને અભ્યાસ માટે પ્રોત્સાહિત કરવામાં આવશે, અને છોકરીઓને 12મા ધોરણ સુધી ભણવામાં કોઈ સમસ્યાનો સામનો કરવો પડશે નહીં.
Namo laaxmi yojna scholarship muji 3months se nahi ayi he.
namolakshmi.org વેબસાઈટ માત્ર માહિતી આપતી વેબસાઈટ છે. કોઈ પણ રીતે સરકારી વિભાગ (ગોવેર્નમેન્ટ ડીપાર્ટમેન્ટ) સાથે સંકળાયેલ નથી. મહેરબાની કરી શાળાની મુલાકાત લ્યો
Namo laxmi na haju sudhi jama aavya nathi..Aug to dec
namolakshmi.org વેબસાઈટ માત્ર માહિતી આપતી વેબસાઈટ છે. કોઈ પણ રીતે સરકારી વિભાગ (ગોવેર્નમેન્ટ ડીપાર્ટમેન્ટ) સાથે સંકળાયેલ નથી. મહેરબાની કરી શાળાની મુલાકાત લ્યો